Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 6
ऋषिः - सुदीतिपुरुमीढावाङ्गिरसौ तयोर्वान्यतरः
देवता - अग्निः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - आग्नेयं काण्डम्
4
त्वं꣡ नो꣢ अग्ने꣣ म꣡हो꣢भिः पा꣣हि꣡ विश्व꣢꣯स्या꣣ अ꣡रा꣢तेः । उ꣣त꣢ द्वि꣣षो꣡ मर्त्य꣢꣯स्य ॥६॥
स्वर सहित पद पाठत्व꣢म् । नः꣢ । अग्ने । म꣡हो꣢꣯भिः । पा꣣हि꣢ । वि꣡श्व꣢꣯स्य । अ꣡रा꣢꣯तेः । अ । रा꣣तेः । उत꣢ । द्वि꣣षः꣢ । म꣡र्त्य꣢꣯स्य ॥६॥
स्वर रहित मन्त्र
त्वं नो अग्ने महोभिः पाहि विश्वस्या अरातेः । उत द्विषो मर्त्यस्य ॥६॥
स्वर रहित पद पाठ
त्वम् । नः । अग्ने । महोभिः । पाहि । विश्वस्य । अरातेः । अ । रातेः । उत । द्विषः । मर्त्यस्य ॥६॥
सामवेद - मन्त्र संख्या : 6
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 1;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 1;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अग्ने) હે પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (त्वम्) તું (मर्त्यस्य) મરણધર્મી-સાંસારિક મનુષ્યમાં થનારી (विश्वस्याः) સમસ્ત (अरातेः) અદાન = લોભની ભાવનાથી તેમજ બીજાનું પડાવી લેવાની પ્રવૃત્તિથી; (उत) અને (द्विषः) દ્વેષ ભાવનાથી (महोभिः) તારા મહત્ત્વો-જ્ઞાન અને બળ દ્વારા (नः पाहि) અમારી રક્ષા કર. (૬)
भावार्थ -
ભાવાર્થ : સામાન્ય સંસારી મનુષ્યની અંદર અનેક પ્રકારની અ-દાનની ભાવના અર્થાત્ પોતાની જરૂરિયાત કરતાં તેની પાસે વધુ હોવા છતાં પણ અન્ય જરૂરિયાતવાળાને પોતાનાં ધન, અન્ન અને વિદ્યા આદિ ન આપવાની ભાવના, આ ઉપરાંત બીજાનું પડાવી લેવાની પ્રવૃત્તિ કરવી. એ જ રીતે વિવિધદ્વેષ ભાવના અર્થાત્ બીજાથી થોડો પણ અપકાર-હાનિ થાય અથવા પોતાની ઇચ્છા પૂર્તિ ન થતાં તેના પર ક્રોધ કરવાની અને પીડા આપવાની ભાવના ઉત્પન્ન થાય છે.
આ પ્રકારની ભાવનાઓથી બીજાઓની તો હાનિ થાય કે નહિ, પરન્તુ પોતાની તો જરૂર હાનિ થાય જ છે. પોતાનું અંતઃકરણ મલિન અને આત્મા અશાન્ત બને છે, તેમાં પરમાત્માનો સત્સંગ તો મળે જ ક્યાંથી ?
હે પ્રભુ ! મારામાં-ઉપાસકમાં આવી અદાન = દાન ન આપવાની તથા દ્વેષ કરવાની ભાવના ઉત્પન્ન થાય નહિ, તેથી મારી રક્ષા કર-મને બચાવ. (૬)