Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 9
ऋषिः - भरद्वाजो बार्हस्पत्यः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आग्नेयं काण्डम्
2

त्वा꣡म꣢ग्ने꣣ पु꣡ष्क꣢रा꣣द꣡ध्यथ꣢꣯र्वा꣣ नि꣡र꣢मन्थत । मू꣣र्ध्नो꣡ विश्व꣢꣯स्य वा꣣घ꣡तः꣢ ॥९॥

स्वर सहित पद पाठ

त्वा꣢म् । अ꣣ग्ने । पु꣡ष्क꣢꣯रात् । अ꣡धि꣢꣯ । अ꣡थ꣢꣯र्वा । निः । अ꣣मन्थत । मूर्ध्नः꣢ । वि꣡श्व꣢꣯स्य । वा꣣घ꣡तः꣢ ॥९॥


स्वर रहित मन्त्र

त्वामग्ने पुष्करादध्यथर्वा निरमन्थत । मूर्ध्नो विश्वस्य वाघतः ॥९॥


स्वर रहित पद पाठ

त्वाम् । अग्ने । पुष्करात् । अधि । अथर्वा । निः । अमन्थत । मूर्ध्नः । विश्वस्य । वाघतः ॥९॥

सामवेद - मन्त्र संख्या : 9
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 1;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अग्ने) હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (त्वाम्) તને (अथर्वा) સ્થિર ચિત્તવૃત્તિવાળા ધ્યાનીજન (विश्वस्य मूर्ध्नः वाघतः) સમસ્ત પ્રાણી માત્રના મૂર્ધારૂપ તથા વહન કરનાર વાહક-નિર્વાહક (पुष्करात् अधि )પુષ્કર-વપુષ્કર - શરીર નિર્માણ કરનાર હૃદય કમળમાં (निरमन्थत) મંથન કરે છે - સાક્ષાત્ કરે છે. (૯)

भावार्थ -

ભાવાર્થ : હાં, હે મારા પરમાત્મન્ ! હું સમજી ગયો, તારું અવમ સધસ્થ મારા શરીરમાં હૃદય : ગૃહ-ગુહા છે, જે દેહનું નિર્માણ કરનાર અને રક્ત તથા પ્રાણોનું મુખ્ય વાહક છે. આ સ્થાન પર જ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અથવા સગુણ અને નિર્ગુણ સ્તુતિઓના સારી રીતે મંથન દ્વારા સ્થિર ધ્યાનીયોગી તને પ્રકાશિત કરે છે - તારો સાક્ષાત્ કરે છે.
જેમ અરણીના બે લાકડાના અનુલોમ અને પ્રતિલોમ મંથન કે રગડવાથી અથવા ખનિજ પદાર્થોને પરસ્પર રગડવાથી અગ્નિને પ્રકાશિત કરવામાં આવે છે. તેમ તારો-પરમાત્માનો સાક્ષાત્ કરીને હું પણ સ્વયંને કૃતકૃત્ય કર્યું. (૯)

इस भाष्य को एडिट करें
Top