Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 266
ऋषिः - भरद्वाजो बार्हस्पत्यः
देवता - इन्द्रः
छन्दः - बृहती
स्वरः - मध्यमः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
5
इ꣡न्द्र꣢ त्रि꣣धा꣡तु꣢ शर꣣णं꣢ त्रि꣣व꣡रू꣢थꣳ स्व꣣स्त꣡ये꣢ । छ꣣र्दि꣡र्य꣢च्छ म꣣घ꣡व꣢द्भ्यश्च꣣ म꣡ह्यं꣢ च या꣣व꣡या꣢ दि꣣द्यु꣡मे꣢भ्यः ॥२६६॥
स्वर सहित पद पाठइ꣡न्द्र꣢꣯ । त्रि꣣धा꣡तु꣢ । त्रि꣣ । धा꣡तु꣢꣯ । श꣣रण꣢म् । त्रि꣣व꣡रू꣢थम् । त्रि꣣ । व꣡रू꣢꣯थम् । स्व꣣स्त꣡ये꣢ । सु꣣ । अस्त꣡ये꣢ । छ꣣र्दिः꣢ । य꣣च्छ । मघ꣡व꣢द्भ्यः । च꣣ । म꣡ह्य꣢꣯म् । च꣣ । याव꣡य꣢ । दि꣣द्यु꣢म् । ए꣣भ्यः ॥२६६॥
स्वर रहित मन्त्र
इन्द्र त्रिधातु शरणं त्रिवरूथꣳ स्वस्तये । छर्दिर्यच्छ मघवद्भ्यश्च मह्यं च यावया दिद्युमेभ्यः ॥२६६॥
स्वर रहित पद पाठ
इन्द्र । त्रिधातु । त्रि । धातु । शरणम् । त्रिवरूथम् । त्रि । वरूथम् । स्वस्तये । सु । अस्तये । छर्दिः । यच्छ । मघवद्भ्यः । च । मह्यम् । च । यावय । दिद्युम् । एभ्यः ॥२६६॥
सामवेद - मन्त्र संख्या : 266
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 4;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 4;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (स्वस्तये) સુ-અસ્તિ-સુંદર અસ્તિત્વ , સ્વ આત્મસ્વરૂપને માટે , (मह्यं च) મારા ઉપાસકને માટે તથા (एभ्यः मघवम्दयः च) એ મારા જેવા અધ્યાત્મયજ્ઞવાળાને માટે પણ (त्रिधातु) ત્રણ સ્તુતિ , પ્રાર્થના , ઉપાસના રૂપ પરમાત્માને ધારણ કરવાના સાધનોથી સિદ્ધ થનાર (त्रिवरूथम्) તૃતીય ધામ મોક્ષમાં ઇન્દ્રિય , મન , આત્મામાંથી આત્મા દ્વારા વરણયી મોક્ષધામમાં અથવા ત્રણ સ્થૂલ , સૂક્ષ્મ અને કારણ શરીરનું વારણ-નિવૃત્તિ જેમાં થઈ જાય એવા મોક્ષધામ (छर्दिः) સંદીપ્ત પ્રકાશમય - જ્યોતિર્મય (शरणम्) ઘરને (यच्छ) પ્રદાન કર (दिद्युं यावय) અમારા અધ્યાત્મયજ્ઞને ખંડિત કરનારા વાણ અથવા વજ્રની સમાન બાધક પાપ અથવા વાસના ભાવને પૃથક્ - દૂર કરી દે. (૪)
भावार्थ -
ભાવાર્થ : હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તુ સ્વસ્તિ - સુંદર અસ્તિત્વ - પોતાના સ્વરૂપ અમરત્વને માટે મારા - ઉપાસકને માટે , મારા જેવા અધ્યાત્મયજ્ઞ - સેવન કરનારા ઉપાસકોને માટે પણ તને ધારણ કરાવનાર સ્તુતિ , પ્રાર્થના ઉપાસનાથી સિદ્ધ થનાર - પ્રાપ્ત થનાર તૃતીય ધામ કે , જેમાં સ્થૂલ , સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરોનું વારણ નિવૃત્તિ થઈ જાય છે , એવા મોક્ષરુપ જ્યોતિર્મય ઘરને આપની કૃપાથી પ્રદાન કર , જ્યાં અમે અમારા અમર સ્વરૂપને તારા પરમ અમૃત આનંદને પ્રાપ્ત કરી શકીએ. તેથી અધ્યાત્મયજ્ઞ ને ખંડિત કરનારા વાણ અથવા વજ્રની સમાન બાધક કોઈ પણ બાધક પાપ અથવા વાસનામય ભાવને દૂર રાખ - દૂર કર. (૪)
इस भाष्य को एडिट करें